ધુલા ની કલમે
Sunday, 20 October 2024
માં મારે બહુ જલ્દી તારી સામે આવવું છે
Thursday, 28 March 2024
કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે.
કોઈ મકાન એક "ઘર"
એમજ થોડી બને છે.
બંધ આંખે જોયેલા સ્વપ્નોને,
પરસેવાની ઇટો ચડે છે.
લોન લેવા માટે માનવ જાણે,
હિમાલયનું શિખર ચઢે છે.
ઉપરના પૈસા પૂરા કરવા,
એ કાળા ધોળા કરે છે.
કોઈ મકાન એક ઘર....
જીવન આખાની જમાપુંજી
એ ઘરમાં મઢે છે.
પરિવાર આખાની કમાણીથી
લોનના હપ્તા ભરે છે.
લોકો ની દેખાદેખી એ ધારી,
ઘરમાં જાહો જલાલી કરે છે.
છ આંઠ કલાકની નીંદર માટે,
એ ઝીંદગી આખી ઘશે છે.
કોઈ મકાન એક ઘર....
એક મકાનને પોતાનું "ઘર" બનાવવાના અવિરથ પ્રયાસોમાં લાગેલ #ધુલા_ની_કલમે
#धुलो
Thursday, 29 February 2024
एक चिड़िया नन्हीसी चिड़िया
#चिड़िया |
एक चिड़िया नन्हीसी चिड़ियाफुदक फुदकके चलती थी चिड़िया
खुदका घोंसला ढूंढनेको वो,
ची ची करती उड़ती थी चिड़िया
हर घर पर्दा (झाली) देख कर वो
दिन भर दर दर भटकती थी चिड़िया
कही से दाना मिल जाए
ये आश लगाए बैठी थी चिड़िया
हिम्मत हारे टूटे दिलसे
एक किनारे बैठी थी चिड़िया
पारधी कि इस जालमें
अनजाने से बंध गई वो चिड़िया
पंख चिड़िया की बांध के
भर बाजार छोड़ीहे चिड़िया
कैसे अब में उडूंगी
इसी दर्दमें जुरेगी चिड़िया
बंधे पंख वो आसमानमें उड़नेको रोतीथी चिड़िया
#धुलो
Wednesday, 17 January 2024
દીકરી નામે સ્નેહભરી સરિતા
દીકરી નામે સ્નેહભરી સરિતા
પ્રત્યેક ગૃહે ઝરણારૂપે વહેતી એની કવિતા
સ્નાન કરાવ્યું વર્ષો સુધી આપી નિરંતર વહાલ
સંભાળ્યું આખું ઘર જેને રાખી હૈયે હામ
થશે વિદાઈ જ્યારે એની રડશે પ્રત્યેક દીવાલ
આંશુ રૂપી સરિતાનો નહિ થાય ક્યાંય મિલાપ
દીકરી નામે.....
કોડ સઘળા પૂરા કરવા કરે મહેનત જનક
જનેતાના પાલવ નીચે કરે મીઠી નીંદર
ભાઈ ભાડુંના ઝગડામાં એ હોય સૌથી વિશેષ
ભગીનીની અડગ જીદ થી જીતે નહિ કોઈ જગત
દીકરી નામે....
કેવી રીતે કહેવી એને તું છે પારકી થાપણ
બે પરિવાર જે સાચવે એ છે અન્નપૂર્ણા '#ધુલા ને મન'
વસમી એની વિદાઈ જોઈ રૂવે સઘળા પથ્થર
દીકરી કુળની દેવી છે જો કરો એનું જતન.
દીકરી નામે સ્નેહભરી સરિતા
પ્રત્યેક ગૃહે ઝરણારૂપે વહેતી એની કવિતા
Friday, 11 August 2023
યાદ
Sunday, 1 January 2023
Friday, 2 December 2022
તું સમજ્યો?
ધગધગતી ચીમનીઓ ઓગળી ગઈ,
એનો કદી તે તાગ મેળવ્યોં?
ઘરના મોટી સ્વર્ગે સિધાવ્યાં,
એ પરિવારનો કદી તું આક્રંદ સમજ્યોં?
વાયદા વચનો ઘણા થયાં ચૂંટણીના આ સમયેં,
જુના પુરા કેટલા કર્યાં એનો તે હિસાબ મેળવ્યો?
બંધ કર તારું અહંકાર હવેં તું ઓ અહંકારી “ધુલા”
રસ્તે રખડતા ફેરિયાઓનું દર્દ ક્યારેય તું સમજ્યો?
શું ખરેખર તું કોઈ વાત સમજ્યો?
શું પામ્યો શું ખોયું તે એનો તું હિસાબ સમજ્યો?
#તુંસમજ્યો
#એકવિચાર
#धुलो
માં મારે બહુ જલ્દી તારી સામે આવવું છે
માં મારે બહુ જલ્દી તારી સામે આવવું છે થાકી ગયો રહીને આ અંધારી કોટડી માં પ્રકાશ ભરેલ બ્રહ્માંડ નિહાળવા મારે હવે આવવું છે મામા કંશના કષ્ટોન...
-
હું જીવ છું ખુલ્લા આકાશ નું, મને પાંજરે બંધ ના કર ! ખોલ તારી આંખોને, એમાં હવે શંશય નાં કર ક્યાં સુધી રહીશ હું? આ ચાર દિવાલ ની કોટડી માં! ખોલ...
-
દીકરી નામે સ્નેહભરી સરિતા પ્રત્યેક ગૃહે ઝરણારૂપે વહેતી એની કવિતા સ્નાન કરાવ્યું વર્ષો સુધી આપી નિરંતર વહાલ સંભાળ્યું આખું ઘર જેને રાખી હૈયે...
-
ધગધગતી ચીમનીઓ ઓગળી ગઈ, એનો કદી તે તાગ મેળવ્યોં? ઘરના મોટી સ્વર્ગે સિધાવ્યાં, એ પરિવારનો કદી તું આક્રંદ સમજ્યોં? વાયદા વચનો ઘણા થયાં ચૂંટણીના...