માં મારે બહુ જલ્દી તારી સામે આવવું છે
થાકી ગયો રહીને આ અંધારી કોટડી માં
પ્રકાશ ભરેલ બ્રહ્માંડ નિહાળવા મારે હવે આવવું છે
મામા કંશના કષ્ટોને નિવારવા આવ્યા હતા કૃષ્ણ
તારા કષ્ટોને નિવારવા હવે મારે આવવું છે
લેવા મારી દરેક કાળજી તે લીધું નવ મહિના કષ્ટ
હવે મારી ફરજ છે દૂર કરવાના તારા સગળાં કષ્ટ
થાકી જશે તારી આંખો બતાવી મને આ આખી દુનિયા
મારી આંખે તુજ રૂપી દુનિયા જોવા હવે મારે આવવું છે
મારા વિકાસની કહાનીમાં તે ખાધી છે ઘણી લાતો
પ્રત્યેક મારી લાતનું ઋણ ચૂકવવા હવે મારે આવવું છે
મેં આપેલી વેદનાના આશુ ઘણા તે સાર્યા છે
પ્રત્યેક આશુને પાણી બનાવી પીવડાવવા મારે આવવું છે
No comments:
Post a Comment