Thursday 28 March 2024

કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે.

 કોઈ મકાન એક "ઘર" 

    એમજ થોડી બને છે.



બંધ આંખે જોયેલા સ્વપ્નોને,

     પરસેવાની ઇટો ચડે છે.

લોન લેવા માટે માનવ જાણે,

    હિમાલયનું શિખર ચઢે છે.

ઉપરના પૈસા પૂરા કરવા,

    એ કાળા ધોળા કરે છે.

કોઈ મકાન એક ઘર....


જીવન આખાની જમાપુંજી

   એ ઘરમાં મઢે છે.

પરિવાર આખાની કમાણીથી

   લોનના હપ્તા ભરે છે.

લોકો ની દેખાદેખી એ ધારી,

    ઘરમાં જાહો જલાલી કરે છે.

છ આંઠ કલાકની નીંદર માટે,

 એ ઝીંદગી આખી ઘશે છે.

કોઈ મકાન એક ઘર....


એક મકાનને પોતાનું "ઘર" બનાવવાના અવિરથ પ્રયાસોમાં લાગેલ #ધુલા_ની_કલમે


#धुलो




No comments:

Post a Comment

કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે.

 કોઈ મકાન એક "ઘર"      એમજ થોડી બને છે. બંધ આંખે જોયેલા સ્વપ્નોને,      પરસેવાની ઇટો ચડે છે. લોન લેવા માટે માનવ જાણે,     હિમાલયનુ...