Thursday, 21 October 2021

#પ્રેમ

ગુલાબી ઠંડી નાં મળસ્કે એક છબી ભાશી!
સ્વરૂપ એનું એવું કે જાણે સોનપરી લાગી.
મસ્તકે પુષ્પો ની વેણી સાથે મોગરાની કળી,
ભાલે કુમકુમ ટીકા માં એને સુવર્ણ ની લાલી!!
કાને સુવર્ણ કુંડળ ધર્યા ને ચહેરે અદભુત લાલી!
પાટણ નાં એને પટોળા પહેર્યા ને કંઠે હીરા માળા!
બાજુ બંધ અને કંગન ની અલગ એની આભા
ચમક એની એવી કે ભાશે કોહિનૂર પણ ઝાંખા
ગજ જેવી એની ચાલ સાથે પાયલ નો રણકાર
પગમાં એને રાજ મોજડી અલગ એનો નાદ
ધીમે ધીમે આગળ વધતી આવી મારી પાસે
નયન નીચે રાખી ને કહ્યું ચાલ મારી સાથે
પકડી એની આંગળીને જ્યાં ડગલી મે માંડી
મયુર નયને મને જોઈને સવાલ કરવા એ લાગી
આટલા લાંબા સમય માં તને યાદ મારી આવી?
ઉત્તર એને આપવા આજે હૈયે ઘોષ્ટી માંડી
કેમ કરી સમજાવું એને કે હું નથી તારી સાથે
આતો તારો પ્રેમ છે જે ભટકે છે તારી સાથે
યાદ કર તું એ દિવસ ને જ્યારે હતો તારી સાથે
તારી એક "ના" થી હવે નથી અસ્તિત્વ મારું

#પ્રેમ 
#धुलो
#एक_प्रयास

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...