Tuesday 21 September 2021

શ્રાદ્ધ - પક્ષ

જિંદગી આખી ટાઢું ખવડાવ્યું, 
હવે એનું ગરમ હવે કેમ ખાવું?
ચોધાર આશુએ જેણે રડાવ્યા, 
હવે ઠાલા આશુંમાં કેમ મૂંઝાવું?
ખભે બેસાડી જેમને રમાડ્યા,
હવે ભાર એમને કેમ બતાવું?
આંતરડી કકળાવી જેને ભણાવ્યા, 
એને ભણતર નું જ્ઞાન શું દેવું?
બટકું રોટલો માટે જેણે ભટકવ્યા, 
એમના વાસ ખાઈ ને કેમ ધરાવું?
જીવતે-જીવ જેણે નર્ક બતાવ્યા, 
એમને સ્વગેથી કેમ ખખડાવુ?
છોરું કછોરું થયું તો પણ, 
માવતર નો ગુણ હું કેમ ભુલાવુ?
વાસ નાખવા તું ના આવતો દિકરા, 
તારા વાસ ખાવા હું નહિ આવું
"ધુલા" જિંદગી આખી ટાઢું ખવડાવ્યું, 
એનું ગરમ હવે કેમ ખાવું?

#શ્રાદ્ધ_પક્ષ
#धुलो

No comments:

Post a Comment

કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે.

 કોઈ મકાન એક "ઘર"      એમજ થોડી બને છે. બંધ આંખે જોયેલા સ્વપ્નોને,      પરસેવાની ઇટો ચડે છે. લોન લેવા માટે માનવ જાણે,     હિમાલયનુ...