Thursday 23 December 2021

વિધવા એક વણમાગ્યું દુઃખ

વિધવા એક વણમાગ્યું દુઃખ 🥲🥲🥲

કોઈ મને લાલ ચૂડી લઈ આપો મારે એ પહેરવી છે
લાલ સાડી પહેરીને બજાર માં મારે ફરવું છે
પંદર દિવસ થઈ ગયા કપાળે ચાંલ્લો કર્યા ને
પાયલ નાં રણકાર સાંભળે અરસાઓ જાણે થઈ ગયા
ઊંચા કોડ રાખીને આવિતી હું મારા સાસરે
જાહોજલાલી મારા લગ્નની નજરે ચડી કોઈની આંખો એ
કેટ કેટલા સપના મારા ભૂસાયા આંખો નાં પલકારે
સુહાગ મારું છીનવાઈ ગયું વીજળી ના એક પલકારે
વનમાગ્યું મને દુઃખ મળ્યું લાગ્યું કલંક વિધવા નું
સ્વપ્ન મારા બળી ગયા ચિતાએ મારા પતિ ની
શું હતો પ્રભુ વાંક મારો આપ્યું દુઃખ મને વણમાગ્યુ
નાની મારી ઉંમર નાં રંગો મારા ભૂસ્યા એક ચિથડી એ
સેથાનું સિંધુર હાથ નાં કંગન રણકાર મારી ચૂડી નો
પગ નાં પાયલ ખોવાઈ ગયા અંધારી એક કોટડી માં
પતંગિયા નાં રંગો જેવું જીવન હું જીવતી હતી
જાણે દિવા સ્વપ્ન તૂટ્યું મારું ને "વિધવા" હું થઈ ગઈ

#વિધવા
#ધુલા_ની_કલમે
#धुलो

No comments:

Post a Comment

કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે.

 કોઈ મકાન એક "ઘર"      એમજ થોડી બને છે. બંધ આંખે જોયેલા સ્વપ્નોને,      પરસેવાની ઇટો ચડે છે. લોન લેવા માટે માનવ જાણે,     હિમાલયનુ...