Wednesday 29 December 2021

એ સમય યાદ આવે છે

એ સમય યાદ આવે છે.
શિયાળા ની સવારના ઠંડી યાદ આવે છે,
ઉનાળા નો ધોમધખતો તડકો યાદ આવે છે,
યાદ આવે છે ચોમાસા નાં વરસાદ નું ભીંજાવું
બસ મને હવે તારી સાથે નો સમય યાદ આવે છે.
ખનક્તી તારી પાયલ નો ખનકાર યાદ આવે છે,
રણકતી તારી ચૂડીઓ રણકાર યાદ આવે છે,
યાદ આવે છે મને મંદિર નાં ઘંટનો ઘણકાર
બસ મને હવે તારી સાથે નો સમય યાદ આવે છે
મિનિટ મિનિટ સુધી બોલતા તારા શબ્દો યાદ આવે છે
કલાકો સુધી શબ્દો વિનાનું તારુ મૌન યાદ આવે છે
યાદ આવે છે ચન ચણતાં પક્ષીઓ નો કલરવ
બસ મને હવે તારી સાથે નો સમય યાદ આવે છે
માનું છું કે એ સમય પાછો નહિ આવે હવે
છોડ નાં ખીલેલા પુષ્પો નહિ તૂટે હવે
નાની નાની વાતો માં રિસામણા નહિ થાય હવે,
મનાવવા માટે તારી ફેવરિટ ચોકલેટ નહિ મળે હવે
પરંતુ માંગુ છું હું એક ક્ષણ પ્રભુ પાસે 
કરવા એક મિલન તારી સાથે
કેમ કે મને ખબર છે તું નહિ આવે મારી સામે
એટલે જ મને હવે વિતાવેલો એ સમય યાદ આવે છે
બસ મને હવે તારી સાથે વિતાવેલો સમય યાદ આવે છે
#धुलो

No comments:

Post a Comment

કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે.

 કોઈ મકાન એક "ઘર"      એમજ થોડી બને છે. બંધ આંખે જોયેલા સ્વપ્નોને,      પરસેવાની ઇટો ચડે છે. લોન લેવા માટે માનવ જાણે,     હિમાલયનુ...