Tuesday 8 March 2022

નારી તું નારાયણી

નારી તું નારાયણી સકળ વિશ્વની સર્જનહાર
નારી તારા રૂપ અનેક, કોનાં કરું વખાણ!
બાળા રૂપ તું બહુચરા કાલી ઘેલી તારી વાત
યુવા રૂપે માં જગદંબા વંદન તને વારંવાર..
નારી તારા રૂપ.
દીકરી બની તું માતપિતાની સાચવતી રોજ લાજ
પત્ની બની તું પતિનો નિભાવતી રોજ હાશ!
વહુ બની પરિવાર ની લેતી સાર સંભાળ
સકળ વિશ્વમાં તારી તોલે કોઈ નહિ વર્તાય
નારી તારા રૂપ.
આખું વિશ્વ પુરુષ સ્ત્રી નો ભેદ કરે અપાર
પુરુષ સમોવડી બની તે મારી મોટી થપાટ
વંદન છે તારા સમર્પણ ને નારી દીને આજ
નારી તું નારાયણી સ્નેહ તારો અનરાધાર....

#WomansDay 
#નારી
#धुलो

No comments:

Post a Comment

કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે.

 કોઈ મકાન એક "ઘર"      એમજ થોડી બને છે. બંધ આંખે જોયેલા સ્વપ્નોને,      પરસેવાની ઇટો ચડે છે. લોન લેવા માટે માનવ જાણે,     હિમાલયનુ...