Thursday, 24 March 2022

એક રાત બાકી છે , એક વાત બાકી છે

એક રાત બાકી છે,એક વાત બાકી છે
તૂટેલા મારા સ્વપ્નની એક શાખ બાકી છે
કોને ખબર છે સવારે મારી અર્થી બાંધી છે
સૂરજ નાં પહેલા કિરણની હવે આસ બાકી છે
એક રાત બાકી છે,એક વાત બાકી છે
નદી નાળા સરોવરનું મધુર ગીત બાકી છે
રામ રામ નામનાં શબ્દો જયઘોષ બાકી છે.
ચિતાએ સૂતા સૂતા મારી એક ઈચ્છા બાકી છે
ચંદન પુષ્પ અત્તરની મધુર સુગંધ બાકી છે
એક રાત બાકી છે , એક વાત બાકી છે 
ચીર નિદ્રાથી મને ઊઠાડશે એ જીદ બાકી છે
દીવા સ્વપ્ન સમાન મારી બધી મહેચ્છા બાકી છે
ભારે હૃદયે અશ્રુ ની હવે ધાર બાકી છે,
આજ આપડું જીવન છે એ સ્વીકાર બાકી છે 
એક રાત બાકી છે એક વાત બાકી છે.

#જીવન
#धुलो
@Dhu_lo

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...