Friday, 11 August 2023

યાદ

મને તારી બહુ યાદ આવશે....

મારી સવાર તારા સંદેશ થી થતી,
ખુશી થતી જાણીને તારી કુશળતાની
શરૂઆત દિવસની ચા અને તારી ચાહની
નથી તું સાથે એ વાત ગળે નથી ઉતરતી 
મને તારી બહુ યાદ આવશે...

મારી દરેક વાત માં સાક્ષી તારી રહેતી 
દરેક મારા કદમ પર હિંમત તારી હોતી 
નથી માની શકાતું કે તે મો ફેરવી લીધું મારાથી
આ વેદના સહુ કેમની, જુદાઈ મિત્રતાની આપણી 
મને તારી બહુ યાદ આવશે....

સમાચાર તારા સાંભળી વિશ્વાસ નથી થતો
સપ્તાહ પહેલાનો તારો શબ્દ સુવા નથી દેતો
આમ એકા એક તું જતો રહીશ એવી કોને ખબર હતી 
અંતરના અશ્રુ બિંદુ આંખ રોકી નથી શક્તિ
મને તારી બહુ યાદ આવશે.....

આવી તારી છબી પુષ્પમાળા સાથે
બે ત્રણ વાર જોઈ પણ વિશ્વાસ નથી આંખે 
ખરેખર તે વિદાઈ લીધી માનતું નથી મન મારું 
તારા વિનાનું જીવન હવે કેવું હશે મારું?
મને તારી બહુ યાદ આવશે.

ખરેખર દોસ્ત "ધુલા"ને તારી બહુ યાદ આવશે

#યાદ
#ધુલો

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...