Wednesday, 17 January 2024

દીકરી નામે સ્નેહભરી સરિતા

દીકરી નામે સ્નેહભરી સરિતા

પ્રત્યેક ગૃહે ઝરણારૂપે વહેતી એની કવિતા 


સ્નાન કરાવ્યું વર્ષો સુધી આપી નિરંતર વહાલ

સંભાળ્યું આખું ઘર જેને રાખી હૈયે હામ 

થશે વિદાઈ જ્યારે એની રડશે પ્રત્યેક દીવાલ 

આંશુ રૂપી સરિતાનો નહિ થાય ક્યાંય મિલાપ


દીકરી નામે.....


કોડ સઘળા પૂરા કરવા કરે મહેનત જનક

જનેતાના પાલવ નીચે કરે મીઠી નીંદર

ભાઈ ભાડુંના ઝગડામાં એ હોય સૌથી વિશેષ

ભગીનીની અડગ જીદ થી જીતે નહિ કોઈ જગત 


દીકરી નામે....


કેવી રીતે કહેવી એને તું છે પારકી થાપણ 

બે પરિવાર જે સાચવે એ છે અન્નપૂર્ણા '#ધુલા ને મન'

વસમી એની વિદાઈ જોઈ રૂવે સઘળા પથ્થર

દીકરી કુળની દેવી છે જો કરો એનું જતન.


દીકરી નામે સ્નેહભરી સરિતા

પ્રત્યેક ગૃહે ઝરણારૂપે વહેતી એની કવિતા

 

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...