Friday 20 August 2021

कर्म

 ધૂણી ની ચિનગારીઓ ઉઠી રહી છે..

આમ ભાગીને ક્યાં સુધી જઇ શકાશે..? કરેલું કર્મ ફોગટ તો નથી ગીતા કહે છે.. ઉઠીને લાગ કામે આમ શાને તું ફરે છે...? બની બેઠા છે સામાજિક જનાવર આજ માણસ.. જે લાગ્યું હાથ.. કાગળ હોય તો પણ એ ચરે છે... #સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી

સામાજિક જનાવર બનવામાં વાર ક્યાં હવે લાગે છે? રૂપિયા રૂપી કાગળ જોઈને જ પેટ એનું ભરાય છે લાગણી રૂપી મૂડી ની કિંમત હવે ક્યાં કોઈને થાય છે? જનાવર સામે માણસના હવે મોલ પણ અંકાય છે શું લઈને આવ્યા લઈને શું જાસુ એ વાત હવે ભૂલાય છે માટે જ તો કાળા માથાના માનવી દાનવરૂપે દેખાય છે #धुलो

No comments:

Post a Comment

કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે.

 કોઈ મકાન એક "ઘર"      એમજ થોડી બને છે. બંધ આંખે જોયેલા સ્વપ્નોને,      પરસેવાની ઇટો ચડે છે. લોન લેવા માટે માનવ જાણે,     હિમાલયનુ...