Thursday, 26 August 2021

એ આવશે ને બધું બદલાશે........


 એ આવશે ને બધું બદલાશે........

કાગડા ની ચેષ્ટા માં નવીન ઝડપ દેખાશે બગલા નાં ધ્યાન માં જાણે યોગ સિદ્ધિ વર્તાશે શ્વાન ની નિદ્રા ને એ હચમચાવી નાખશે
એ આવશે ને બધું બદલાશે...........

સુકા વનવગડામાં નવી ચેતના સર્જાશે મયુર ના ટહુકા માં એક નવી ઉર્મિ ભરાશે ખાલી પડેલી નદીઓ માં નવા નીર છલકાશે
એ આવશે ને બધું બદલાશે...... ખેડૂતો નાં ખોરડે અનેરો આનંદ ભરાશે નાના નાના ભૂલકાઓ ને નવી રમત બતાવશે આ પ્રકૃતિ નાં હૈયે અનેરો ઉમંગ વર્તાશે
એ આવશે ને બધું બદલાશે.......
એ......... "વરસાદ"

No comments:

Post a Comment

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...