Saturday, 21 December 2024

#કાઠિયાવાડની રોનક

 


#કાઠિયાવાડની રોનક

ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ

ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન

જેવી-જેવી તમાકુ ના બોલ

એવા-એવા તારા મોલ

ભાત ભાતની સોપારી ની ચહેક

એવી અગણિત જાતની તારી મહેક

મોરો,સેવર્ધન,ટુકડા કાચી

દરેકના ભાવ અલગ સાચી

કોઈ જાડો ચૂનો નાખે નાખે કોઈ વિનર
બાબુ,ટોટી ચૂનો તો જાણે એને ડિનર
રબ્બર સંગે હાથે મસળે કરે બે ત્રણ ભાગ
મુખમાં મમરાવી થુંકે ભરી બજાર બાગ
કરવા તારું મહિમા મંડન થાકે સૌ
કરવા તારું મહિમા મંડન થાકે સૌ #કવિ #સહજ
#ધુલો કહે તું અમૃત છે ચલાવવા ઝડપી #મગજ
*તમાકુના સેવનને હું સમર્થન કરતો નથી.
#धूलों
#તમાકું
#કટાક્ષ

Sunday, 20 October 2024

માં મારે બહુ જલ્દી તારી સામે આવવું છે

 માં મારે બહુ જલ્દી તારી સામે આવવું છે 

થાકી ગયો રહીને આ અંધારી કોટડી માં 
પ્રકાશ ભરેલ બ્રહ્માંડ નિહાળવા મારે હવે આવવું છે
મામા કંશના કષ્ટોને નિવારવા આવ્યા હતા કૃષ્ણ
તારા કષ્ટોને નિવારવા હવે મારે આવવું છે 



લેવા મારી દરેક કાળજી તે લીધું નવ મહિના કષ્ટ   
હવે મારી ફરજ છે દૂર કરવાના તારા સગળાં કષ્ટ
થાકી જશે તારી આંખો બતાવી મને આ આખી દુનિયા
મારી આંખે તુજ રૂપી દુનિયા જોવા હવે મારે આવવું છે 

મારા વિકાસની કહાનીમાં તે ખાધી છે ઘણી લાતો 
પ્રત્યેક મારી લાતનું ઋણ ચૂકવવા હવે મારે આવવું છે 
મેં આપેલી વેદનાના આશુ ઘણા તે સાર્યા છે
પ્રત્યેક આશુને પાણી બનાવી પીવડાવવા મારે આવવું છે



Thursday, 28 March 2024

કોઈ મકાન એક "ઘર" એમજ થોડી બને છે.

 કોઈ મકાન એક "ઘર" 

    એમજ થોડી બને છે.



બંધ આંખે જોયેલા સ્વપ્નોને,

     પરસેવાની ઇટો ચડે છે.

લોન લેવા માટે માનવ જાણે,

    હિમાલયનું શિખર ચઢે છે.

ઉપરના પૈસા પૂરા કરવા,

    એ કાળા ધોળા કરે છે.

કોઈ મકાન એક ઘર....


જીવન આખાની જમાપુંજી

   એ ઘરમાં મઢે છે.

પરિવાર આખાની કમાણીથી

   લોનના હપ્તા ભરે છે.

લોકો ની દેખાદેખી એ ધારી,

    ઘરમાં જાહો જલાલી કરે છે.

છ આંઠ કલાકની નીંદર માટે,

 એ ઝીંદગી આખી ઘશે છે.

કોઈ મકાન એક ઘર....


એક મકાનને પોતાનું "ઘર" બનાવવાના અવિરથ પ્રયાસોમાં લાગેલ #ધુલા_ની_કલમે


#धुलो




Thursday, 29 February 2024

एक चिड़िया नन्हीसी चिड़िया

 
#चिड़िया 

एक चिड़िया नन्हीसी चिड़िया

 एक चिड़िया नन्हीसी चिड़िया

 फुदक फुदकके चलती थी चिड़िया

खुदका घोंसला ढूंढनेको वो,

ची ची करती उड़ती थी चिड़िया 

 

 हर घर पर्दा (झाली) देख कर वो

 दिन भर दर दर भटकती थी चिड़िया 

 कही से दाना मिल जाए

 ये आश लगाए बैठी थी चिड़िया


हिम्मत हारे टूटे दिलसे 

 एक किनारे बैठी थी चिड़िया 

 पारधी कि इस जालमें

 अनजाने से बंध गई वो चिड़िया 

 

 पंख चिड़िया की बांध के 

 भर बाजार छोड़ीहे चिड़िया 

 कैसे अब में उडूंगी 

 इसी दर्दमें जुरेगी चिड़िया 


 बंधे पंख वो आसमानमें उड़नेको रोतीथी चिड़िया


#धुलो


Wednesday, 17 January 2024

દીકરી નામે સ્નેહભરી સરિતા

દીકરી નામે સ્નેહભરી સરિતા

પ્રત્યેક ગૃહે ઝરણારૂપે વહેતી એની કવિતા 


સ્નાન કરાવ્યું વર્ષો સુધી આપી નિરંતર વહાલ

સંભાળ્યું આખું ઘર જેને રાખી હૈયે હામ 

થશે વિદાઈ જ્યારે એની રડશે પ્રત્યેક દીવાલ 

આંશુ રૂપી સરિતાનો નહિ થાય ક્યાંય મિલાપ


દીકરી નામે.....


કોડ સઘળા પૂરા કરવા કરે મહેનત જનક

જનેતાના પાલવ નીચે કરે મીઠી નીંદર

ભાઈ ભાડુંના ઝગડામાં એ હોય સૌથી વિશેષ

ભગીનીની અડગ જીદ થી જીતે નહિ કોઈ જગત 


દીકરી નામે....


કેવી રીતે કહેવી એને તું છે પારકી થાપણ 

બે પરિવાર જે સાચવે એ છે અન્નપૂર્ણા '#ધુલા ને મન'

વસમી એની વિદાઈ જોઈ રૂવે સઘળા પથ્થર

દીકરી કુળની દેવી છે જો કરો એનું જતન.


દીકરી નામે સ્નેહભરી સરિતા

પ્રત્યેક ગૃહે ઝરણારૂપે વહેતી એની કવિતા

 

Friday, 11 August 2023

યાદ

મને તારી બહુ યાદ આવશે....

મારી સવાર તારા સંદેશ થી થતી,
ખુશી થતી જાણીને તારી કુશળતાની
શરૂઆત દિવસની ચા અને તારી ચાહની
નથી તું સાથે એ વાત ગળે નથી ઉતરતી 
મને તારી બહુ યાદ આવશે...

મારી દરેક વાત માં સાક્ષી તારી રહેતી 
દરેક મારા કદમ પર હિંમત તારી હોતી 
નથી માની શકાતું કે તે મો ફેરવી લીધું મારાથી
આ વેદના સહુ કેમની, જુદાઈ મિત્રતાની આપણી 
મને તારી બહુ યાદ આવશે....

સમાચાર તારા સાંભળી વિશ્વાસ નથી થતો
સપ્તાહ પહેલાનો તારો શબ્દ સુવા નથી દેતો
આમ એકા એક તું જતો રહીશ એવી કોને ખબર હતી 
અંતરના અશ્રુ બિંદુ આંખ રોકી નથી શક્તિ
મને તારી બહુ યાદ આવશે.....

આવી તારી છબી પુષ્પમાળા સાથે
બે ત્રણ વાર જોઈ પણ વિશ્વાસ નથી આંખે 
ખરેખર તે વિદાઈ લીધી માનતું નથી મન મારું 
તારા વિનાનું જીવન હવે કેવું હશે મારું?
મને તારી બહુ યાદ આવશે.

ખરેખર દોસ્ત "ધુલા"ને તારી બહુ યાદ આવશે

#યાદ
#ધુલો

Sunday, 1 January 2023

 लालयेत् पंच वर्षाणि दश वर्षाणि ताडयेत्।

प्राप्ते षोडशे वर्षे पुत्रे मित्रवदाचरेत्॥


અર્થ:- જન્મથી પાંચ વર્ષ સુધી આપના પુત્ર/પુત્રીનું લાલન પાલન કરવું જોઈએ ત્યાર પછીના દશ વર્ષ તેમના જીવનને સરળ અને સંસ્કારી બનાવવા માટે જરૂર પડ્યે તેમને સામ દામ આપી અથવા હળવી ફટકાર આપવી જોઈએ

#કાઠિયાવાડની રોનક

  #કાઠિયાવાડની રોનક ફાકી તારી કિંમત છે અત્યારે અણમોલ ગર્દભ જેને ન અડકે માને અમૃત યૌવન જેવી-જેવી તમાકુ ના બોલ એવા-એવા તારા મોલ ભાત ભાતની...